આજના આ સમયમાં ઓનલાઇન ખરીદી , પેમેન્ટ , બેન્કિંગ સુવિધા ,સોશિયલ મીડિયા અને ઓનલાઇન કામકાજ સામાન્ય બાબત બની ગઈ છે .પરંતુ આ સુવિધાઓ સાથે કેટલા ઓનલાઇન ફ્રોડ પણ વધી રહ્યા છે . ઠગ લોકો અલગ અલગ રીતે લોકોને ફસાવી તેમના પૈસા અથવા તો વ્યક્તિગત માહિતી ચોરી કરી લે છે .
જો સાવચેતી રાખી ન જાય તો નુકસાન ભોગવવું પડે છે. ઓનલાઇન ફ્રોડથી બચવાનો એકમાત્ર રસ્તો એટલે સાવચેતી અને જાગૃતતા છે ,જો તમે તમારી વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખશો, માત્ર સત્તાવાર વેબસાઈટ અને એપ્લિકેશનનો જ ઉપયોગ કરશો અને અજાણી લિંક્સ તથા ફોન કોલ થી દૂર રહેશો તો તમે મોટાભાગના ઓનલાઈન ફ્રોડ થી બચી શકશો. તો આલેખમાં આપણે ઓનલાઇન ફ્રોડ થી કેવી રીતે બચી શકાય તે વિશે વિગતવાર માહિતી મેળવીશું.
1. મજબૂત પાસવર્ડ નો ઉપયોગ કરો
હંમેશા મજબૂત એટલે કે Strong password રાખો. જેમાં અક્ષરો (A-Z ,a-z), આંકડા માં (0-9) અને Symbol માં (!,$,#,@ ) નો સમાવેશ કરો.
123456 જેવા સરળ પાસવર્ડ ન રાખો.
તમારે અલગ અલગ જેટલા એકાઉન્ટ છે તે બધા જ માટે અલગ અલગ પાસવર્ડ રાખો
2. બે -સ્ટેપ વેરિફિકેશન (2FA) ચાલુ રાખવું
- તમારી બેંક , ઇમેઇલ , સોશિયલ મીડિયા પર Two – Factor Authentication સક્રિય કરવુ.
- આમ કોઈને તમારો પાસવર્ડ ખબર પડી જાય તો પણ OTP અથવા Authentication App વગર લોગીન કરી શકે નહીં.
3. વ્યક્તિગત માહિતી શેર ન કરો
- તમારો બેંક એકાઉન્ટ નંબર , OTP , ATM, PIN , CVV ક્યારે ફોન કે મેસેજ દ્વારા શેર ન કરો.
- કોઈપણ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને કોઈપણ તમારી અંગત માહિતી ન આપો. ભલે તે પોતા ને બેંકનો અધિકારી કહી રહ્યા હોય.
4. જાહેર Wi -Fi પર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન ન કરો
- મફત પબ્લિક WI-FI પર ઓનલાઇન બેન્કિંગ અથવા તો કોઈ પણ પ્રકારનું ઓનલાઈન પેમેન્ટ ન કરો.
- તેનાથી હેકર્સ સરળતાથી તમારો બધો ડેટા ચોરી શકે છે
- જો જરૂર હોય તો VPN નો ઉપયોગ કરો.
5. અજાણી લિંક્સ પર ક્લિક ન કરો
- SMS , ઇમેઇલ , અથવા WhatsApp માં આવેલા અજાણ્યા લીંક પર ક્લિક ન કરો,
- આવા લિંકથી તમારી વ્યક્તિગત માહિતી ચોરી થઈ શકે છે
- કોઈપણ બેંક અથવા સરકારી સંસ્થાઓ ક્યારેય લિન્ક મારફતે માહિતી માંગતી નથી
6. માત્ર official App અને Website નો જ ઉપયોગ કરો
- play store અથવા App Store માંથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- અજાણી વેબસાઈટ પર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું પેમેન્ટ ન કરવું જોઈએ.
- વેબસાઈટ ચેક કરતી વખતે https:// અને તાળા નું ચિન્હ હોય તે જ ખોલો.
7. ટ્રાન્ઝેક્શન પર નજર રાખીએ
તમારા બેન્ક સ્ટેટમેન્ટ અને SMS નોટિફિકેશન નિયમિત ચેક કરો.
કોઈપણ અજાણ્યું ટ્રાન્ઝેક્શન જણાય તો તરત જ તમારી બેંકને જાણ કરો
8. એન્ટીવાઈરસ અને સિક્યુરિટી સોફ્ટવેર વાપરો
તમારા મોબાઇલ અને કોમ્પ્યુટરમાં એન્ટિવાયરસ ઇન્સ્ટોલ રાખવું
Software Update સમયસર કરો જેથી હેકર્સનો હુમલો અટકી શકે છે.
9 . સોશિયલ મીડિયા પર સાવચેતી રાખો,
- અજાણ્યા લોકોને ફ્રેન્ડ રિક્વેસ્ટ એકસેપ્ટ ન કરો
- અજાણ્યા લોકો દ્વારા મોકલેલી કોઈપણ પ્રકારની લીંક ઉપર ક્લિક ન કરવી
- તમારી વ્યક્તિગત માહિતી જેવી કે સરનામું ફોન નંબર કે બેંકની વિગતો જાહેર ન કરો
અજાણ્યા લોકો દ્વારા મોકલેલી લિંક પર ક્લિક ન કરો
10 . શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પગલું લ્યો.
બેંક હેલ્પલાઇન અથવા Cyber Crime હેલ્પલાઇન (1930) પર સંપર્ક કરવો .
www. cybercrime gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.
